Dy.SO Workshop LIVE બેચના નિયમો
- ફી પુરી ભરી હશે તો જ Online Course શરુ થશે..
- ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.
- ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.
- જે બેચ એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.
- વર્ગના સમય અને શિડ્યુલમાં સંજોગોવશાત ફેરફાર થાય તો તે વિદ્યાર્થીને માન્ય રહશે.
- ઓનલાઇન કોચિંગ એપમાં લેક્ચર લાઈવ/રેકોર્ડેડ હશે. સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર તેમાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.
- જે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.
- વિધાર્થીની શેક્ષણિક લાયકાત, ઉમર અને શારીરિક યોગ્યતા અંગેની પાત્રતા(ELIGIBILITY) વિષે ચોકસાઈ કર્યા પછીથી જ ઓનલાઇન કોચિંગમાં પ્રવેશ લેવો.
- ઓનલાઇન લેક્ચરની ઓડિયો અથવા વિડ્યો ગ્રાફી અથવા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ઉપર પ્રતિબંધ છે. જો હું ઉલ્લઘન કરીશ તો મારુ એડમિશન રદ થશે અને કોપીરાઈટ નિયમો અનુસાર કાયદેશરના પગલાં લેવામાં આવશે તથા ફી પરત નહિ મળે તે અંગે સહમત છું.
- લિબર્ટી ઓફલાઈન(રૂબરૂ) જે કોઈ વિષયના ફેકલ્ટી હોય, તે જ ફેકલ્ટી ઓનલાઇન કોચિંગમાં ન પણ હોય એ અંગે હું સહમત છું.
- ઓનલાઇન બેચના લેક્ચરનો ટાઈમ અનિવાર્ય કારણો સર બદલાઈ શકે છે. જેની જાણ વિદ્યાર્થીઓને આગળના દિવસે SMS થી કરવામાં આવશે.
- ટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો લેક્ચર કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.
- લાઈવ લેક્ચર જોવા માટે ઉમેદવાર પાસે High Speed 4G ઈન્ટરનેટ હોવું અનિવાર્ય છે.
- કોઈ પણ લેક્ચર ઉમેદવાર બે વાર જોઈ શકે છે તેથી ટોપિક ને રિપીટ કરવામાં આવશે નહિ ફક્ત તેના ડાઉટને જ સોલ્વ કરવામાં આવશે.
- લાઈવ લેક્ચર દરમિયાન પ્રશ્ન પૂછવા માટે યોગ્ય ભાષાનો પ્રયોગ અનિવાર્ય છે. જો કોઈ વિધાર્થી અપશબ્દોનો પ્રયોગ કે ખરાબ વર્તન કરે છે તો તેનું એડમિશન રદ કરવામાં આવશે તથા ભરેલી ફી પરત મળશે નહિ.
- બેચની માહિતીમાં દર્શાવેલ ફેકલ્ટી કોઈ કારણોસર ઉપલબ્ધ ના હોય તો સંસ્થા દ્વારા બીજી કોઈ ફેકલ્ટી મુકવામાં આવી શકે છે.
- વ્યક્તિગત કારણો સર ફેકલ્ટી બદલી આપવામાં આવશે નહિ.
- લાઈવ લેક્ચર દરમ્યાન લાઈવ ચેટ બોક્સમાં પૂછવામાં આવેલ વધુમાં વધુ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ હશે. કોઈ ઉમેદવારના પ્રશ્નો સોલ્વ ના થઇ શક્યા હોય એવા સંજોગોમાં સંસ્થા દ્વારા ડિફીકલટી લેક્ચરના આયોજનમાં પૂછી શકાશે.